નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 'એકમ કસોટી', અઠવાડીક અને માસિક પરીક્ષાઓનો ભાર દૂર કરવામાં આવશે. છેલ્લા છ વર્ષથી ચાલી રહેલી આ પરીક્ષાઓ જૂન ૨૦૨૫થી સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને મોટી રાહત મળશે.