Hand Emojji Images Hello,Welcome to StudentBro.

Amreli News 40 students cut their hand by blades in Moti Munjiyasar

  • Home
  • Latest News
  • Amreli News 40 students cut their hand by blades in Moti Munjiyasar
Amreli News 40 students cut their hand by blades in Moti Munjiyasar

Amreli News 40 students cut their hand by blades in Moti Munjiyasar

Amreli News:અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં આ ચૌકાવનારી ઘટના સામે આવી છે. અહીં 40 વિદ્યાર્થીઓએ એક સાથે બ્લેડથી કાપા મારતા ચકચા મચી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, વીડિયો ગેમના રવાડે ચડેલા એક વિદ્યાર્થીએ જ અન્યને ટાસ્ક આપી રહ્યાં હતા. એક વિદ્યાર્થીએ આ રીતે બ્લેડથી હાથ પર કાપા મારવાના ટાસ્ક આપવાની સાથે 10 રૂપિયા આપવાની ઓફર કરી હતી. જેના પગલે 40 વિદ્યાર્થીઓ આ ગેમના રવાડે ચઢીને કાપા માર્યાં હતા. આ ઘટનાનો ઘરે ઉલ્લેખ ન કરવાની પણ ધમકી આપવામાં આવી હતી, આઠ દિવસ પહેલા ઘટના બની હોવાનો અખબારી અહેવાલમાં દાવો છે. આ ઘટનાને લઇને 2 વાલીઓએ ગ્રામ પંચાયતનું ધ્યાન દોર્યું હતું અને સમગ્ર ઘટના પ્રકાસમાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના વીડિયો ગેમના રવાડે ચઢીને એક બીજાને ટાસ્ક આપતા હોવાના કારણે બની હોય તેવું તારણ સામે આવ્યું છે. વિદ્યાર્થી બ્લેડમાં કાપા મારે તેના બદલામાં 10 રૂપિયા આપવાની ઓફર કરવામાં આવતી હતી.

સમગ્ર ઘટનાનો સૂત્રઘાર   ધોરણ 7મા ભણતો એક છાત્ર હોવાનું સામે આવ્યો છે. જેને જેને  વિડિયો ગેમના રવાડે ચઢીને તેમના સહપાઠીને બ્લેડથી તમારા હાથ પર કાપા મારવાની અને  તમને 10 રૂપિયા આપવાની ઓફર આપી હતી. આ ટાસ્કમાં ધીરે ધીરે સમગ્ર શાળાના બાળકો જોડયા હતા. આ મોટા મુંજીયાસરની શાળામાં 300 છાત્રો અભ્યાસ કરે છે. અને આસપાસના ગામોમાથી પણ અહી છાત્રો આવે છે.                                                           

ઘટનાને લઇને સરપંચે શાળા સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.અગાઉ બ્લૂવેલ અને પબજી જેવી ગેમના કારણે  પણ આવી અનેક ઘટના સર્જાઇ હતી. આ મામલે શિક્ષણ રાજ્યમંત્રીએ પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે કરી ટેલિફોનિક વાતચીત કરી હતી. જ્યારે આ મામલે વાલીઓ સાથે વાત કરવામાં આવી તો વાલીઓએ આ માટે શાળાની બેદરકારીને જવાબદાર ગણાવી હતી  જ્યારે શિક્ષકોએ વાલીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. આ ઘટના 23 માર્ચ આસપાસ બની હોવાની જાણવા મળ્યું  છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.