Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 9 Gujarati Textbook Solutions Chapter 23 પ્રેરક પ્રસંગો

Class 9 Gujarati Textbook Solutions Chapter 23 પ્રેરક પ્રસંગો Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો :
પ્રશ્ન 1. ફકીર કેટલા સમયથી નિયમિતપણે મસ્જિદમાં નમાજ પઢવા જતો હતો?
(A)
દસ વરસથી
(B) પંદર વરસથી
(C) વીસ વરસથી
(D) બાર વરસથી
ઉત્તર :
(C) વીસ વરસથી

પ્રશ્ન 2. ફકીર વીસમા વરસની અને સાંજની છેલ્લી નમાજ અદા કરતો હતો ત્યારે કઈ ઘટના બની?
(A)
ફકીર મૃત્યુ પામ્યા
(B) આકાશમાંથી વરસાદ વરસ્યો
(C) ફકીર રડવા લાગ્યો
(D) આકાશવાણી થઈ
ઉત્તર :
(D) આકાશવાણી થઈ

પ્રશ્ન 3. ‘ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે? હા, ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે, ખુદા અમને તારી સાથે મહોબ્બત છે, બંદગી સફળ.’ – આ વાક્ય ફકીર કોને કહે છે?
(A)
ખુદાને
(B) સંતાનોને
(C) સ્વજનોને
(D) મૌલવીને
ઉત્તર :
(D) મૌલવીને

પ્રશ્ન 4. ફકીરના પ્રેરક પ્રસંગના કર્તાનું નામ જણાવો.
(A) મોરારીબાપુ
(B) સ્વામી આનંદ
(C) સ્વામી સચ્ચિદાનંદ
(D) રામાનંદ
ઉત્તર :
(A) મોરારીબાપુ

પ્રશ્ન 5. જીવનની સુગંધ પ્રસંગમાં માણસનો સર્વાગી વિકાસ થાય તે માટે શેનું ઉદાહરણ આપવામાં આવ્યું છે?
(A)
સોનાના ટુકડાનું
(B) પત્થરના ટુકડાનું
(C) લોખંડના ટુકડાનું
(D) લાકડાના ટુકડાનું
ઉત્તર :
(C) લોખંડના ટુકડાનું

પ્રશ્ન 6. બીજા પ્રસંગમાં નવી દુનિયા બનાવવા માટે લોકોમાં કયો ભાવ હોવો જોઈએ?
(A)
આતિથ્વભાવ
(B) ભ્રાતૃભાવ
(C) પિતૃભાવ
(D) માતૃભાવ
ઉત્તર :
(B) ભ્રાતૃભાવ

2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. નમાજ અદા કરનાર ફકીર કેમ ખુશ થાય છે?
ઉત્તર :
નમાજ અદા કરનાર ફકીર ખુશ થાય છે, કારણ કે ખુદાએ ભલે એની એકેય નમાજ કબૂલી નથી; પરંતુ ખુદાને એટલી ખબર તો છે જ કે ફકીર નમાજ પઢી રહ્યો છે. ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે?

પ્રશ્ન 2. મૂલ્યઘડતરની વાત લેખક કયા ઉદાહરણથી કેવી રીતે સમજાવે છે?
ઉત્તર :
મૂલ્યઘડતરની વાત લેખક લોખંડના એક ટુકડાના ઉદાહરણથી સમજાવે છે. તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઊપજે. તેમાંથી બધી સોય બનાવી નાખો તો 600 રૂપિયા ઊપજે. જો ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો, તો 50,000 રૂપિયા ઊપજે.

પ્રશ્ન 3. કોઈએ ડુંગર ચઢતી છોકરીને શું પૂછ્યું? છોકરીએ તેનો શો જવાબ આપ્યો?
ઉત્તરઃ
કોઈએ ડુંગર ચઢતી છોકરીને પૂછ્યું, “અલી, આ છોકરાને તેડીને ચડે છે તે તને ભાર નથી લાગતો?” છોકરીએ તેનો જવાબ આપ્યો, “ના રે, ભાર શેનો? એ તો મારો ભાઈ છે.”