Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 9 Gujarati Textbook Solutions Chapter 21 પ્રાણીઓનું ગોકુળ

Class 9 Gujarati Textbook Solutions Chapter 21 પ્રાણીઓનું ગોકુળ Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો :
પ્રશ્ન 1. બબલી વાંદરી ઝાડ પર ચડવા કૂદતી ત્યારે કાળુ કૂતરો શું કરતો?
(A)
ચાલ્યો જતો.
(B) એ પાછી આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી રોકાઈ રહેતો.
(C) ફરી તેને પીઠ પર બેસવા ન દેતો.
(D) દોડવા માંડતો.
ઉત્તરઃ
(B) એ પાછી આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી રોકાઈ રહેતો.

પ્રશ્ન 2. પંદર દેડકા પાણીમાં ઉતાર્યા તો
(A) સવારે પંદરે -પંદર જીવતા હતા.
(B) એક પણ દેડકાને મગરે ખાધો ન હતો.
(C) પણ મગરે તે ખાધા નહિ.
(D) તેમાંથી પાંચને મગરનું બચ્ચું ખાઈ ગયું હતું.
ઉત્તરઃ
(D) તેમાંથી પાંચને મગરનું બચ્ચું ખાઈ ગયું હતું.

પ્રશ્ન 3. મુન્ના નામના ટપકાવાળા ચિત્તા માટે કઈ બાબત લાગુ પડતી નથી?
(A)
તે આરતી સાથે શાળાએ પણ જતો.
(B) આરતી વર્ગમાં બેસતી ત્યારે તે બહાર બેસતો.
(C) નાનાં બાળકો તેને જોઈને ડઘાઈ જવાં લાગ્યાં.
(D) નાનાં બાળકો તેને જોઈને ખુશ થવા લાગ્યાં.
ઉત્તરઃ
(D) નાનાં બાળકો તેને જોઈને ખુશ થવા લાગ્યાં.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. હેમલકસામાં સાપની હત્યાનું પ્રમાણ કેવી રીતે ઘડ્યું?

ઉત્તર :
લેખક સાપ પકડવાનો અને એની જાતિ-પેટાજાતિ નક્કી કરવાનો કસબ શીખ્યા. એમણે પોતાનું નાનકડું સર્પોઘાન શરૂ કર્યું. ઘરમાં, આસપાસ, અધરાતે-મધરાતે નીકળેલા સાપ પકડવાના અને એમની દેખરેખ રાખવાની, એવું કાર્ય શરૂ કર્યું. વળી કાર્યકર્તાઓને, શાળાનાં બાળકોને સાપ પકડતાં શીખવ્યું. એને લીધે હેમલક્સામાં સાપની હત્યાનું પ્રમાણ ઘટ્યું.

પ્રશ્ન 2. અમેરિકન મહિલાએ પ્રાણીઓના ગોકુળને “આમટેઝ ઍનિમલ આર્ક’ એવું નામ કેમ આપ્યું?
ઉત્તર :
બાઇબલમાં એવી વાર્તા છે કે કોઈ એક જમાનામાં નોહાઝ આર્ક નામના એક વહાણ પર બધાં પશુ-પંખી ખુશીથી ભેગાં રહેતાં હતાં. આમટેના હેમલક્સામાં પણ 60-65 પ્રાણીઓ સુખ-શાંતિથી સહવાસ કરતાં હતાં. તેથી અમેરિકન મહિલાએ પ્રાણીઓના ગોકુળને આમટેઝ ઍનિમલ આર્ક’ એવું નામ આપ્યું.

પ્રશ્ન 3. અનાથાલયનો પ્રથમ સભ્ય કોણ અને કેવી રીતે રાખતા?
ઉત્તર :
અનાથાલયનો પ્રથમ સભ્ય વાંદરાનું બચ્યું હતું. શરૂઆતમાં ‘ તેને મિલ્ક પાઉડરનું દૂધ ડ્રૉપરવાળી શીશીથી પિવડાવ્યું. એ વખતે એણે | એ દૂધ પીધું ને ફાવી ગયું. એ લેખકની ઝૂંપડીમાં તેમની સાથે રહેતું. છે એનું નામ બબલી’ રાખ્યું. એ કાળુ નામના કૂતરાની પીઠ પર બેસીને | ફરતી. ક્યારેક તે લેખકના ખભા પર બેસતી.

પ્રશ્ન 4. લેખકે કયા કયા પ્રાણીના વિશિષ્ટ નામ રાખ્યાં હતાં?
ઉત્તરઃ
વાંદરાનું બચ્ચું માદા હતું, એટલે લેખકે એનું નામ બબલી’ રાખ્યું હતું. દેશી કૂતરાનું નામ “કાળુ’ હતું. રીંછના બચ્ચાનું 3 નામ “રાણી” રાખ્યું હતું. ટપકાંવાળા ચિત્તાનું નામ “મુન્નો’ હતું.

3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
પ્રશ્ન 1. સાપ અંગેની માન્યતા અને ગેરમાન્યતા પાઠના આધારે વર્ણવો.
ઉત્તરઃ
આપણે ત્યાં સાપ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે. સાપ દેખાય એટલે માણસો પહેલાં એને મારે છે અને પછી એને ઓળખવાની કોશિશ કરે છે. બધા સાપ ઝેરી હોતા નથી. નાગ, મમ્રાર, ઘોણસ, ફુરસ, ચટાપટાવાળો અથવા આગ્યા મયાર એ ખરેખર ઝેરી સાપ છે. કોબ્રા એટલે ફેણ ચઢાવનારો એકમાત્ર સાપ. ધામણ ઝેરી નથી હોતી, પણ એ ઝેરી હોય છે એવી આપણે ત્યાં ગેરમાન્યતા છે. ધામણ પૂછડેથી કરડે એવી એક ગેરમાન્યતા છે. સાપ ખુન્નસ રાખે ને વેર વાળે એ ગેરસમજ બહુ ફેલાયેલી છે. ખુન્નસ રાખવા જેટલી યાદશક્તિ જ સાપમાં હોતી નથી. એ ક્યારેય તમારો પીછો કરતો નથી. કોઈ પણ સાપ આપમેળે હુમલો કરતો નથી. એને તકલીફ પડે તો જ એ સ્વરક્ષણ માટે કરડે છે.

પ્રશ્ન 2. હેમલકસા ખરેખર પ્રાણીઓનું ગોકુળ હતું.’ – આ વિધાનની સમજૂતી આપો.
ઉત્તર :
હેમલક્સાનો પ્રકલ્પ શરૂ થયે પાંચ-છ મહિના થયા હશે ને સ્થાનિક લોકો પાસેથી વાંદરાના બચ્ચાને અનાજ આપી લઈ લીધું. એને ઉછેરવાનું શી રીતે એની એમને ખબર ન હતી. પરંતુ પ્રેમને કારણે તે જરૂર પડી તેમ તેમ તેઓ નવું શીખતા ગયા. વનવાસી બાળકો પણ પ્રાણીપ્રેમી બન્યાં. વાંદરાનું બચ્ચું માદા હતું એટલે તેનું નામ ‘બબલી’ રાખ્યું. ત્યાં “કાળુ’ નામનો દેશી કૂતરો હતો. બબલી કાળુની પીઠ પર બેસીને ફરતી. પછી હરણનું બચ્ચું, ખિસકોલી, રીંછ, નીલગાય, શિયાળ, જરખ, મોર, સાપ, નાગ, ઘો જેવાં જુદાં જુદાં પ્રાણીઓ હતાં. મગરનું બચ્ચું પણ ઉછેર્યું. તેને દેડકાં જ ખાવાં પસંદ છે તે તેમણે શોધી કાઢ્યું. મુન્ના નામનો ચિત્તો આરતી સાથે નિશાળે જતો. એમણે ઘરમાં, આસપાસ, અધરાતે મધરાતે નીકળેલા સાપ મારવાને બદલે પકડવા અને એમની દેખભાળ કરવા સર્પોઘાન શરૂ કર્યું.

ગોકુળ’માં 60-65 પ્રાણીઓ સુખ-શાંતિથી સહવાસ કરતાં રહ્યાં છે. વાંદરા, કૂતરાં, ચિત્તા, નોળિયો જેવાં આમ એકબીજાનાં દુશ્મન હોય તેવાં પ્રાણીઓ અહીં મિત્રની જેમ રહે છે. આ બધાંનો એક પરિવાર જ બન્યો છે.

આમ, હેમલક્સા ખરેખર પ્રાણીઓનું ગોકુળ હતું.