Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો :
પ્રશ્ન 1. શ્રીકૃપણે પહાડ ઊંચક્યો હતો તે હકીકત સ્વીકારવા ગોપી કઈ શરત રાખે છે?
(A)
પર્વતારોહણની
(B) પોતાની ગાગર ઉતારવાની
(C) ફરી પહાડ ઊંચકવાની
(D) વાંસળી વગાડવાની
ઉત્તરઃ
(B) પોતાની ગાગર ઉતારવાની

પ્રશ્ન 2. શ્રીકૃષ્ણ કઈ રીતે ગાયો ચરાવતા હતા?
(A)
હાકલા-પડકારા કરીને
(B) હાથમાં લાકડી લીધા વગર
(C) ચપટી વગાડતા
(D) ડચકારા દઈ દઈને
ઉત્તરઃ
(D) ડચકારા દઈ દઈને

પ્રશ્ન 3. ગોપી કઈ વાત ઘરે ઘરે જઈને વખાણવા માગે છે?
(A)
ગાયો ચરાવવાની
(B) વાંસળી વગાડવાની
(C) પહાડ ઊંચકવાની
(D) માખણ ચોરવાની
ઉત્તરઃ
(C) પહાડ ઊંચકવાની

પ્રશ્ન 4. ગોપી કેવા રસ્તા ઉપર ચાલીને ગાગર ભરવા જતી?
(A)
કાંટાળી કેડી પર
(B) ડામરની સડક પર
(C) ગામડાની શેરીમાં
(D) ફૂલથી શણગારેલા રસ્તે.
ઉત્તરઃ
(A) કાંટાળી કેડી પર

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન
1. ગોપી પોતાનાં કયાં-કયાં કાર્યોની વાત કરે છે?

ઉત્તર :
ગોપી કાંટાળા રસ્તે આવ-જા કરીને જમુનાનું પાણી ભરી ગાગર માથે મૂકીને લાવે છે. તે સદા હસતી રહે છે.

પ્રશ્ન 2. કૃષ્ણને ઉદેશી ગોપી શું કહે છે?
ઉત્તર:
કૃષ્ણને ઉદ્દેશીને ગોપી કહે છે કે મારી ગાગર ઉતારો તો જાણું કે તમે ગોવર્ધન પર્વતને ઊંચક્યો હતો. આખો દિવસ હાથમાં વાંસળી રમાડો તેમાં શી મોટી આવડત? ડચકારા દઈને ગાયો ચરાવવી એવું કામ તો અહીં નાનકડો ગોકુળનો છોરો ચપટીમાં કરી નાખે.

3. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :
પ્રશ્ન
1. ‘તો જાણું’ કાવ્યનું રસદર્શન કરાવો.

ઉત્તર:
તો જાણું કાવ્ય ગોપીના કૃષ્ણપ્રેમનું દર્શન કરાવે છે; પણ જરા જુદી રીતે. ગોપી શ્રીકૃષ્ણને પડકાર આપતાં કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો! પછી હું ઘેર ઘેર જઈને વખાણ કરું કે તમે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો! તમે આખો દિવસ હાથમાં વાંસળી રમાડો એમાં શું? અમે તો કાંટાળી કેડી પર ગાગર લઈને આવીએ અને પાછા સ્મિત આપીએ! ડચકારા દઈને ગાયો ચરાવવી એવું કામ તો અમારા ગોકુળનો છોરો ચપટીમાં કરી નાખે! તમે મારી ગાગર ઉતારો તો તમે સાચા! આમ, ગાગર ઉતારવાને બહાને ગોપી શ્રીકૃષ્ણનું નેકટ્ય ઝંખે છે.