Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને?

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો.

પ્રશ્ન 1. હોટેલમાં યુવાન દંપતી ભોજન કેટલું મંગાવતા હતા ?
(a) જથ્થાબંધ
(b) વધારે પડતું
(c) જરૂર પૂરતું
(d) વારંવાર મગાવતું હતું
ઉત્તર :
(c) જરૂર પૂરતું

પ્રશ્ન 2. ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ કેમ ન અનુભવી ?
(a) તેઓ ભારતીય હતા
(c) બધા પુરુષો હતા
(b) તેઓ વિદેશી હતા
(d) ખોરાકના પૈસા ચૂકવ્યા હતા
ઉત્તર :
(d) ખોરાકના પૈસા ચૂકવ્યા હતા

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. વિદેશીઓ માટે લેખકને શો ખ્યાલ હતો ?
ઉત્તર :
વિદેશીઓ માટે લેખકને એવો ખ્યાલ આવે છે કે આ લોકો મૌજ શોખવાળું અને વૈભવવિલાસી જીવન જીવતાં હશે.

પ્રશ્ન 2. વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઈટર કેટલું પીરસતો હતો?
ઉત્તર :
વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઈટર પોતાના વાસણમાંથી જરૂર પૂરતું જ ખાવાનું પીરસતો હતો.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાંડનાર માટે શું કર્યું?
ઉત્તર :
વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છોડનાર વિશે રેસ્ટોરાંના માલિકને ફરિયાદ કરી. લેખક સાથે અંગ્રેજીમાં વાત કરી અને ફોનથી સોશિયલ સિક્યોરિટીના માણસને બોલાવી 50 યુરોનો દંડ કરાવ્યો.

પ્રશ્ન 2. સિક્યોરિટી ઑફિસરે શું સમજાવ્યું ?
ઉત્તર :
સિક્યોરિટી ઑફિસરે સમજાવ્યું કે ‘તમને જોઈતું હોય તેટલું જ તમે ખાઈ શકતા હો તેટલું જ મંગાવો. પૈસા તમારા છે, પણ. સાધન-સામગ્રી તો બધી સમાજની છે. દુનિયામાં હજુ એવા ઘણા લોકો છે જે આ બધી સાધન-સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે. માટે આ સાધન-સામ્રગીનો જરકેય બગાડ કરવાનો તમને કોઈ હક્ક નથી.’

4. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1. ભૂલ કરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દીવાલ પર કેમ રાખી ?
ઉત્તર :
ભૂલ કરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દીવાલ પર એટલા માટે ચોંટાડી કે અમને કાયમ યાદ રહે કે હવે આજથી કોઈ પણ વસ્તુનો ખોટો બગાડ કરવાનો નથી. આવી વસ્તુની સમાજના ગરીબ માણસોને ખૂબ જરૂર હોય છે, આપણને હવેથી આવી વસ્તુનો બગાડ પોષાય નહિ. સમાજની વસ્તુ છે, તો સમાજના અભાવગ્રસ્ત લોકોને મળવી જોઈએ, આ બોધપાઠ મળ્યો.