Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 10 Gujarati Textbook Solutions Chapter 5 શ્વેતક્રાંતિના પ્રણેતાઓ

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો.

પ્રશ્ન 1. અમૂલ ડેરીના સ્વપ્નદૃષ્ટા કોણ હતા ?
(a) વર્ગીસ કુરિયન
(b) ત્રિભુવનદાસ પટેલ
(c) વલ્લભભાઈ પટેલ
(d) એચ. એમ. પટેલ
ઉત્તર :
(b) ત્રિભુવનદાસ પટેલ

પ્રશ્ન 2. વર્ગિસ કુરિયનનો જન્મ કયા સ્થળે થયો હતો ?
(a) જાપાન
(b) લંડન
(c) કેલિકટ
(d) આણંદ
ઉત્તર :
(c) કેલિકટ

પ્રશ્ન 3. વર્ગિસ કુરિયને આણંદ નગરને અમૂલ ડેરી દ્વારા શેની ઓળખ અપાવી છે ?
(a) મિલ્ક સિટી
(b) ગ્રીન સિટી
(c) વિદ્યાનગરી
(d) કલા અને સંસ્કૃતિની નગરી
ઉત્તર :
(a) મિલ્ક સિટી

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. ત્રિભુવનદાસે કુરિયનના આગમન પહેલાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ?
ઉત્તર :
ત્રિભુવનદાસ કુરિયનના નાગમન પહેલાં ‘ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી

પ્રશ્ન 2. વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ જણાવો.
ઉત્તર :
વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ ‘મારું સ્વપ્ન’ છે.

પ્રશ્ન 3. વર્ગીસ કુરિયનની કયા વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે નિમણૂક થઈ હતી ?
ઉત્તર :
અલાહાબાદ વિશ્વ વિદ્યાલયના કુલપતિ (ચાન્સેલર) તરીકે વર્ગીસ કુરિયનની નિમણૂક થઈ હતી.

3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1. વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસના કયા ગુણોથી પ્રભાવિત થઈ તેમને ગુરુ માનતા હતા ?
ઉત્તર :
ત્રિભુવનદાસ પટેલમાં નિઃસ્વાર્થ સેવાવૃત્તિ, પરંપ કારની ભાવના અને મનની મક્કમતાના ગુર્ષોથી વર્ગીસ તેમને પોતાના ગુરુ અને માર્ગદર્શક માને છે. ત્રિભુવનદાસ પટેલનો પરિચય ગાઢ બનતાં વર્ગીસને શ્રી પટેલ સાહેબના ખો ગુણોનો ખ્યાલ આવે છે, પરિણામે બંનેની દોસ્તી વધુ ગાઢ બને છે અને સહકારી ક્ષેત્રે સારાં પરિણામો મળે છે.

પ્રશ્ન 2. ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતાં કુરિયનની કઈ કંપનીમાં પસંદગી થઈ હતી ? તે કંપની એમણે શા માટે છોડી દીધી ?
ઉત્તર :
ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતા કુરિયનને ઈ.સ. 1944માં ‘ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની’ ‘ટીસ્કો)માં ‘એપ્રેન્ટીસ’ તરીકે નોકરી મળી હતી. ખા કંપનીમાં હૉન મથાઈ ડાયરેક્ટર હતા, તેઓશ્રી વર્ગીસના મામા થતા હતા; તેથી બધા કર્મચારીખો વર્ગીસને ‘અમલદારનો ભાણેજ છે ‘ એ નામે ઓળખતા. પોતાને ‘કુરિયન’ તરીકે ઓળખાવું હતું, તેથી આ નોકરી છોડી દીધી.

પ્રશ્ન 3. સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કુરિયને આપેલો ફાળો પાઠને આધારે વર્ણવો.
ઉત્તર :
સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કુરિયને અનેક પ્રયત્નો કર્યા અને એના પરિણામે સહકારી ક્ષેત્ર વિશ્વભરમાં પ્રસિદ્ધિને પામ્યું, કુરિયને ત્રિભુવનદાસ પટેલ સાથે મળીને કામ શરૂ કર્યું. ખેડૂતોને પોતાના ઢોરના દૂધવેચાણમાં અન્ય વેપારીઓ કે દલાલો પર નિર્ભર ન રહેવું પડે એ માટે સહકારી પદ્ધતિ અપનાવી. કુરિયનના આ સહકારથી આ પ્રવૃત્તિને વેગ મળ્યો. ભારતનાં લગભગ બધાં રાજ્યોને ‘ઑપરેશન ફ્લડ થી જોડી દીધાં, તેમણે ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ” (એન.ડી, ડી.બી.)ની સ્થાપના કરી. ઉપરાંત ગુજરાત કૉ-ઑપરેટિવ મિલક માર્કેટિંગ ફેડરેશન’ બનાવ્યું.

આમ, અથાક મહેનત અને પૂર્ણ નિષ્ઠાથી વર્ષો સુધી સતત માર્ગદર્શક અને પ્રેરણાસૌત બની સહકારી ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી. ‘અમૂલ’ ડેરીને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવી.