Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 10 Gujarati Textbook Solutions Chapter 16 પ્રાણનો મિત્ર

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો.

પ્રશ્ન 1. ‘પ્રાણનો મિત્ર’ વાર્તા આપણને શેની માવજત માટે જાગૃત કરે છે ?
(a)
તંદુરસ્તીની
(b) પ્રાણીની
(c) પર્યાવરણની
(d) પાણીની
ઉત્તર :
(c) પર્યાવરણની

પ્રશ્ન 2. બલાઈને સૌથી વધુ આકર્ષણ કયા વૃક્ષનું હતું ?
(a)
દેવદાર
(b) ગુલમહોર
(c) શીમળો
(d) પીપળો
ઉત્તર :
(c) શીમળો

પ્રશ્ન 3. બલાઈને ઉછેરીને કોણે મોટો કર્યો હતો?
(a)
દાદીએ
(b) માસીએ
(c) કાકીએ
(d) ફોઈએ
ઉત્તર :
(c) કાકીએ

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને કાતરા પાડતા ત્યારે બલાઈની પ્રતિક્રિયા કેવી હતી ?
ઉત્તર :
છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને કાતરા પાડતા ત્યારે બલાઈ ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો હતો.

પ્રશ્ન 2. મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈને શી લાગણી થતી ?
ઉત્તર :
iમજૂર ઘાસ કાપવા આવ્યો ત્યારે બલાઈને માટે એ દિવસ સૌથી વધુ દુ:ખનો દિવસ હતો; કારણ કે ઘાસને તેણે ફરી ફરીને. જોયું હતું. આ બધું કપાઈ જશે, તેથી દુઃખી હતો.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. બલાઈને પ્રકૃતિ સાથે કેવી લાગણી છે?
ઉત્તર :
બલાઈને પ્રકૃતિ સાથે ગાઢ લાગણી છે. નાનો હતો ત્યારે ધાબે વરસાદમાં ખુલ્લા ડિલે જાય છે. સૂર્યના તાપમાં ખુલ્લા ડિલે ફરે છે, ઘાસમાં ગલોટિયાં ખાય છે. ઘાસ ગળાને અડીને ગલીપચી કરે ત્યારે ખડખડાટ હસે છે. શીમળાના ઝાડને પાણી પાઈ ઉછેરે છે, કોઈ ઘાસ કાપે, ઝાડ કાપે કે ફૂલ તોડે કે ઝાડને પથરા મારે તે તેને ગમતું નથી. ઘાસ કે ઝાડ ન કપાય તે માટે કાકા અને કાકીને વિનંતી કરે છે. વિલાયત જતાં પહેલાં તે કાકી પાસે પોતાના પ્રિય શીમળાના વૃક્ષનો ફોટો પણ મંગાવે છે, આમ, બલાઈન પ્રકૃતિપ્રેમ ગાઢ જણાય છે.

પ્રશ્ન 2. મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ અને કાકી વચ્ચે શી વાત થતી ?
ઉત્તર :
મજૂરો ઘાસ કાપવા આવતા તે બલાઈને ગમતું નથી. પોતાની કાકી પાસે જઈને કહે છે : ‘પેલા મજૂરોને કહોને, મારાં આ વૃક્ષને ન કાપે ?’ કાકી ઉત્તરમાં કહે છે, ‘બલાઈ, તું કેવી ગાંડા જેવી વાત કરે છે ! આ બધું તો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે ‘ કેવી રીતે ?’ આમ, બલાઈનો વૃક્ષપ્રેમ વ્યક્ત થાય છે.

4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

પ્રશ્ન 1. બલાઈનો પ્રકૃતિપ્રેમ વર્ણવો.
ઉત્તર :
બલાઈને પ્રકૃતિ તરફ કુદરતી રીતે ખૂબ જ લાગણી છે. નાનપણથી જ વરસાદમાં ન્હાવું તેને ગમે છે. ખુલ્લા શરીરે તડકામાં ફરે છે. પાસના મેદાનમાં આળોટે છે, પાસ ગળાને અડે ત્યારે ગલીપચી અનુભવે છે અને ખડખડાટ હસે છે. કોઈ ફૂલ તોડે, ઝાડને પથ્થરો મારે, વૃક્ષને કાપે, ઘાસ કાપે, તે તેને જરાપણ ગમતું નથી. શીમળાના વૃક્ષને પાણી પાઈ ઉછેરે છે. શીમળાને કાપવાની વાત સાંભળી કાકા અને કાકીને વિનંતી કરીને મનાવે છે. વિલાયત જતાં પહેલાં શીમળાનો ફોટો સાથે લઈ જવા કાકીને લખે છે; પણ કાકાએ આ વૃક્ષ કપાવી નાખેલું, તેથી આ ફોટો ન લઈ જવાયો. આમ, બલાઈને ઝાડ, પાન, ઘાસ, ફૂલ અને વૃક્ષ તરફ ખૂબ જ પ્રેમ છે.

પ્રશ્ન 2. બલાઈ કયું વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે ? શા માટે ?
ઉત્તર :
બલાઈ શીમળાનું વૃક્ષ ન કાપવાનું કહે છે અને એને માટે કાકીને ખાસ વિનંતી કરે છે. શીમળાનો અંકુર ફૂટ્યો ત્યાંથી શરૂ કરીને તે મોટું વૃક્ષ બન્યું ત્યાં સુધી બલાઈએ તેના ઉછેરની ખૂબ જ કાળજી લીધેલી છે, દરરોજ થોડું થોડું પાણી પાય, સવાર-સાંજ તપાસ કરે કે શીમળાનો છોડ કેટલો મોટો થયો, કોઈ તેને કાપે નહિ તેનું ધ્યાન રાખે, તેનાં પાન તેને આકર્ષિત કરે છે. એટલે શીમળાનું વૃક્ષ તેનું પ્રિય પાત્ર બને છે અને કાકા તથા કાકીને ખાસ વિનંતી કરે છે, પગે પડે છે, એ તેનો શીમળા તરફનો ગાઢપ્રેમ બતાવે છે.