Std 10 Gujarati Textbook Solutions Chapter 14 જેઠીબાઈ
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1. જેઠીબાઈનું મૂળ વતન કયું?
(a) કચ્છ-માંડવી
(b) કચ્છ-અંજાર
(c) કચ્છ-ભૂજ
(d) કચ્છ-મુંદ્રા
ઉત્તર :
(a) કચ્છ-માંડવી
પ્રશ્ન 2. જેઠીબાઈ અને તેમના પતિ શેનું કારખાનું ચલાવતાં હતાં ?
(a) હીરા ઉદ્યોગ
(b) શણ ઉદ્યોગ
(c) રંગાટ-વણાટકામ
(d) ભરત-ગૂંથણકામ
ઉત્તર :
(c) રંગાટ-વણાટકામ
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. જેઠીબાઈએ કયા સ્થળે રંગાટ અને વણાટકામ ઊભું કર્યું હતું ?
ઉત્તર :
જે ઠીબાઈએ દીવમાં રંગાટ અને વણાટકામનું કામ ઊભું કર્યું હતું.
પ્રશ્ન 2. સૌરાષ્ટ્રમાં કયા સ્થળનું રંગાટકામ વખણાતું ?
ઉત્તર :
સૌરાષ્ટ્રમાં જામનગર સ્થળનું રંગાટકામ વખણાતું.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. જેઠીબાઈના કારખાનાનો માલ કયા-કયા દેશમાં જતો હતો ?
ઉત્તર :
જેઠીબાઈના કારખાનાનો માલ યુરોપ, ઈરાન અને જંગબાર-મોઝાંબિક દેશમાં જતો હતો.
પ્રશ્ન 2. પોર્ટુગીઝ ઑફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા?
ઉત્તર :
પોર્ટુગીઝ ઑફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતાં ત્યારે પોતાના માથા પરની હેટ ઉતારી તેમને માન આપતા હતા.
4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1. પોર્ટુગલના પાદરીઓ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે કેવી રીતો અપનાવતા હતા ?
ઉત્તર :
પોર્ટુગીઝોના પાદરીઓ ખ્રિસ્તી ધર્મની વટાળ પ્રવૃત્તિ ચલાવવા આંધળો કાયદો બનાવીને નિરાધાર લોકોને ફરજિયાત ખ્રિસ્તી. બનાવતાં હતાં. અજ્ઞાન, પછાત અને ભોળા લોકોને જુદી જુદી લાલચમાં લપેટીને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવવામાં આવતા. ઉપરાંત, સરકારે પણ એવો કાયદો બનાવ્યો હતો કે જે વ્યક્તિ મા-બાપ વગરની બને, તેને ફરજિયાત ખ્રિસ્તી ધર્મ અપનાવવી પડે, તેની માલ-મિલકત પણ પોર્ટુગીઝ સરકાર જપ્ત કરી લેતી. દીવની જનતા આ કાયદાથી કંટાળી ગઈ હતી. જેઠીમાએ આ કાયદો દૂર કરાવ્યો.
પ્રશ્ન 2. જેઠીબાઈનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
માંડવી-કચ્છના ખત્રિયાણી જેઠીબાઈ હિંમતવાન અને કુનેહબાજ સ્ત્રી હતા. જેઠીબાઈના પતિનું નામ પંજુ ખત્રી હતું. બંનેએ માંડવી-કચ્છમાંથી રંગાટ-વણાટકામનો ધંધો સંકેલીને દીવ બંદરમાં આ ધંધાનો વિકાસ કર્યો હતો. સૌરાષ્ટ્ર અને દેશ તથા પ૨દેશમાં જેઠીબાઈનાં રંગાટ અને વણાટકામના વસ્ત્રો અને કાપડ વખણાતાં હતાં.
દીવનો કાળો કાયદો જેઠીબાઈએ પોર્ટુગલ જઈને, રાણીને રેશમી ઓઢણી ભેટ આપીને નાબૂદ કરાવ્યો હતો, તેઓ જીવ્યાં ત્યાં સુધી તેમના ઘર પાસે, અઠવાડિયે એક દિવસે બંન્ડ વગાડવામાં આવતું, ઉપરાંત કોઈ પોર્ટુગીઝ ઑફિસર તેમના ઘર પાસેથી પસાર થતો તો પોતાના માથા પરની હેટ ઉતારીને જેઠીબાઈને માન આપતો હતો. પોતાના કારખાનાના બધા જ કારીગરોના મા જેઠીમાં હતા, બસો વર્ષ પહેલાં જેઠીમાએ જે કર્યું, તે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે, આવાં ગૌરવશાળી જેઠીમાને અમારાં વંદન છે !