Class 9 Gujarati Textbook Solutions Chapter 5 તું તારા દિલનો દીવો Textbook Questions and Answers
તું તારા દિલનો દીવો સ્વાધ્યાય
1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (૪) નિશાની કરો :
પ્રશ્ન 1. આત્માના દીવા પાસે કોનું તેજ પરાયું લાગે છે?
(A) સૂર્ય, ચંદ્ર, તારા
(B) દીવો, સૂર્ય, ગ્રહો
(C) અગ્નિ, તારા, ગ્રહો
(D) સૂર્ય, દીવો, ગ્રહો
ઉત્તર :
(A) સૂર્ય, ચંદ્ર, તારા
પ્રશ્ન 2. ‘દિલનો દીવો’ કાવ્યમાં ‘કોડિયું તારું કાચી માટીનું’ એટલે ?
(A) કોડિયું ગારાનું બનેલું નથી.
(B) માણસના શરીરની વાત છે.
(C) દિવાળીના કોડિયાની વાત છે.
(D) માત્ર કાચી માટીની જ વાત છે.
ઉત્તર :
(B) માણસના શરીરની વાત છે.
પ્રશ્ન 3. આ કાવ્યમાં કવિ કયો સંદેશ આપે છે?
(A) પોતાના દિલનો જ દીવો થવાનું કહે છે.
(B) બીજાના દિલનો દીવો થવાનું કહે છે.
(C) કોડિયાનો દીવો થવાનું કહે છે.
(D) દિવાળીના દીવાની વાત કરે છે.
ઉત્તર :
(A) પોતાના દિલનો જ દીવો થવાનું કહે છે.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. પારકાં તેજ અને છાયા ઉછીનાં લેવાની કવિ કેમ ના પાડે છે?
ઉત્તરઃ
પારકાં તેજ અને છાયા ખૂટી જાય છે અને માત્ર તેના પડછાયા જ રહી જાય છે. તેથી કવિ પારકાં તેજ અને છાયા ઉછીનાં લેવાની ના પાડે છે.
પ્રશ્ન 2. કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કેમ કરે છે?
ઉત્તરઃ
આત્માનો દીવો એટલે આત્મશક્તિ. વ્યક્તિ આત્મશક્તિ વડે જ આગળ વધી શકે છે. તેથી કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કરે છે.
3. નીચેના પ્રશ્નનો છ-સાત વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. માણસમાં રહેલી અસીમ શક્યતાઓને કાવ્યના આધારે વ્યક્ત કરો.
ઉત્તરઃ
માણસમાં અસીમ શક્તિ રહેલી છે. તે તેની ભીતર રહેલી શક્તિઓના બળે જ આગળ વધી શકે છે. તેની ભીતર રહેલી શક્તિઓ જ સાચો પ્રકાશ પાથરી શકે છે. એટલે માણસે પોતાના દિલનો દીવો થવાની જરૂર છે. પારકી મદદ તેને બહુ ઉપયોગી નીવડતી નથી. આથી દરેકે પોતાની ભીતરની શક્તિઓને ઓળખીને તેના બળે જ આગળ વધવું જોઈએ. આભમાં ભલે સૂરજ-ચંદ્રનું ભરપૂર તેજ હોય; પરંતુ જ્યાં સુધી આપણે આપણું તેજ પ્રગટાવીશું નહિ ત્યાં સુધી તે આપણા ખપનું નથી.