Class 9 Gujarati Textbook Solutions Chapter 20 હરિ! આવોને Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. ભગવાન માટે ભક્ત આંગણાને કેવી રીતે શોભાવશે?
(A) રંગોળી દોરવા માગે છે. રિવા માગે છે.
(B) ફૂલો વેરવા માગે છે.
(C) રેતી પથરાવવા માગે છે.
(D) પાંદડાં વેરવા માગે છે.
ઉત્તરઃ
(B) ફૂલો વેરવા માગે છે.
પ્રશ્ન 2. આ લોકગીતમાં હરિને ભોજનમાં શું આપવાનું કહેવાયું છે?
(A) લાપસી
(B) ખમણ
(C) કઢિયેલા દૂધ
(D) શીરો
ઉત્તરઃ
(A) લાપસી
પ્રશ્ન 3. આ કાવ્યમાં કઈ રમતનો ઉલ્લેખ થયો છે?
(A) કબડ્ડી
(B) ખો-ખો
(C) સોગઠાં
(D) ક્રિકેટ
ઉત્તરઃ
(C) સોગઠાં
પ્રશ્ન 4. હરિને સૂવા-બેસવા માટે કઈ વ્યવસ્થા નીચેનામાંથી કરવામાં આવી નથી ?
(A) ઢોલિયાની
(B) હીંડોળાની
(C) ખાટની
(D) બાજઠ
ઉત્તરઃ
(D) બાજઠ
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1. હરિને ભોજનમાં શું-શું પીરસવામાં આવશે તે જણાવો.
ઉત્તર :
ભક્ત ભગવાનને ભોજનમાં લાપસી અને કઢિયેલાં દૂધ આપશે. તે મુખવાસમાં એલચી અને પાનનાં બીડાં આપશે.
પ્રશ્ન 2. શેરીને વાળીને સજ્જ શા માટે કરવામાં આવે છે?
ઉત્તરઃ
ભક્ત ભગવાનને પોતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપે છે. તે માટે તે શેરીની સફાઈ કરાવે છે અને આંગણામાં ફૂલ વેરે છે.
3. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો:
પ્રશ્ન 1. ભક્ત ભગવાનને શું શું આપવાની તૈયારી બતાવે છે તે ગીતના આધારે લખો.
ઉત્તરઃ
ભક્તને ભગવાન પ્રત્યે પ્રેમ છે, એટલે તે ભગવાનનો સત્કાર કરવા ખૂબ રાજી છે. તે કહે છે કે ભગવાન પોતાને ઘેર પધારે તો તે તેમની સુંદર આગતા-સ્વાગતા કરે. તે શેરી વળાવી સજાવે, આંગણામાં ફૂલ વેરે, ભગવાનને મેડીએ ઉતારો આપે. તે ભગવાનને દાડમનું દાતણ અને કરણની ચીપ આપે. તે ભગવાનને ભોજનમાં લાપસી અને કઢિયેલ દૂધ આપે; મુખવાસમાં એલચી અને પાનનાં બીડાં આપે. તે ભગવાનને રમવા માટે સોગઠાંની રમત આપે, પોઢવા માટે ઢોલિયો અને ઝૂલવા માટે હીંડોળાખાટ આપે.
આમ, ભક્ત ભગવાનના સ્વાગતમાં કોઈ કચાશ રાખશે નહિ.